મોસમનો પહેલો વરસાદ મોકલું છુ
પ્રેમથી એને સ્વીકારી લે જો
ભીની ભીની માટીની સુગંધ મોકલું છુ
દિલથી માણી અમને યાદ કરી લેજો
પ્રફુલ્લિત થવાય એવો પવન મોકલું છુ
બફારો દિલનો કાઢી ઠંડક કરી લેજો
ભુલ થઈ ગઈ હોય કંઇક અમારી
તો વરસાદમાં એકવાર ધોઇ નાખજો
પ્રેમ તણા બીજ હૈયામાં વાવીને
પ્રેમને અંકુરિત કરી નાખજો
મોસમનો પહેલો વરસાદ મોકલું છુ
પ્રેમથી એને સ્વીકારી લે જો