ઈચ્છાઓ મારી એવી રીતે હણાઈ ગઈ,
જાણે 'અ' ના પ્રત્યય સાથે વણાઈ ગઈ.
પુત્રની ભુમિકા પતિમાં બદલાતા બદલાવાતા,
માની ઈચ્છાઓ બંધ દીવાલમાં ચણાઈ ગઈ.
તોલી નથી શકતો પોતાની ઈચ્છાને જાણે,
સંબંધોના ત્રાજવાના કાટલાં માં ખોવાઈ ગઈ.
અંતે ઈચ્છાઓ બળીને ખાખ થયી ગઈ,
લોકો કહે અધૂરી ઈચ્છા પ્રેત થયી ગઈ.
~ પરેશ પ્રજાપતિ