સ્વાર્થ ની આંટીઘૂંટી માં અટવાતી આ જિંદગી
સીધી લીટીમાં કેમ જીવવું , પ્રશ્ન એ અકળ નથી ?
નથી કોઈ દુઃખ, છતાં ય મજા ય નથી જીંદગીમાં
ઉચાટ નાં દરિયા ઉલેચું, દિલ ને કેમ સબર નથી .
જવાબદારી નો કંટાળો ચડ્યો છે કે થાક
શું તકલીફ થઈ રહી છે , કંઈ જ ખબર નથી.
સુખ ની હોડી છે, પણ એમાં ય દુઃખ નાં હલેસાં,
આવું તે કંઈ હોય, કંઇક જબ્બર નથી ??
ઘેઘૂર વડવાઈઓ સમ અર્થહીન મુંઝવણો લટકતી
હીંચકો બનાવી ઝુલાવું એને, શું અે અર્થસભર નથી !