શાંત એકાંતે આ મન યાદોનું પાદર થાય છે
એ જ વખતે આંખ સામે કોઇ હાજર થાય છે
એક માણસ પામવા જીવન અધૂરૂ રહી ગયું
એમનો અફસોસ સૌને જિંદગીભર થાય છે
ત્યાથી એની આગવી ઓળખ ભૂલી જાશે બધા
આ નદીઓ લૂપ્ત થઇને એક સાગર થાય છે
એમને જોઇને અહીં ઈચ્છાઓ મોટી જન્મ લે
એ જ ઇચ્છા ના ફળે ત્યારે એ પામર થાય છે
માત્ર રૂંવાટી સુધી ફરકી શકે કોઈ વખત
એટલો ઉન્માદ મારો તારી ખાતર થાય છે
સાથ છૂટે એક માણસનો જીવનનાં મધ્યમાં
જિંદગી આખી એ માણસની કમી સર થાય છે
પ્રેમ જ્યારે આપણૉ જાહેર થઇ જાશે તો શું?
આપણી વાતોનું લોકોમાં વતેસર થાય છે
બેઉ માણસ પ્રેમમા જ્યારે પડે છે તો શુ થાય?
એક માણસ આખરે એમાથી શાયર થાય છે
હું મહોતરમાને એ કારણથી છૉડી ના શક્યો
સ્પર્શથી એના દુખો મારા છુમંતર થાય છે
- નરેશ કે.ડૉડીયા