કાયમી આવા નકારાત્મક વિચારો કરવાથી આપણા મગજ ને નશો થઈ જશે, જેથી આપણા સાથી મીત્રો-સ્નેહીજનો આપણાથી નફરત કરીને દુર થવા લાગશે
આપણા જીવન દરમિયાન કયારેય પણ કોઈ ખરાબ વિચાર આવે તો સમજી લેવુ જોઈએ કે તે આપણી કોઈ નીસ્ફળતા થવાની સંભાવના છે. જો કોઈ ખરાબ કે સારો વિચાર આવે તો તુરંતજ આપણા વડીલો, સબંધી, માતા-પિતા, ગુરૂ જી ને તે વિચાર બાબતે રજુ કરવુ જોઈએ,જો કોઈ વિચાર આપણે આપણે આપણા મનમો દબાવીને છુપાવેલો રાખશો તો તેનાથી કોઈ સફળાતા પ્રાપ્ત થશે નહી, આપણા મન મો આવેલો વિચાર દબાવેલો રાખશો તો તેનાથી આપણી માનસીક તબીયત પર અસર વર્તાશે જેથી આપણા ભવિસ્યને નુકશાન થવાની સંભાવના રહેશે.
માણસ હિંમત હારવાનું કારણ તેની નજરની એક મર્યાદા છે. વધુ માં વધુ એ ક્ષિતિજ સુધી જોઈ શકે છે એટલા વિસ્તારમાં જો એને કશુંજ ના દેખાય તો એ નિરાશ થઈ જાય છે, પણ જો એ થોડું વધુ ચાલે અને ક્ષિતિજની પેલે પાર એને કંઈક એવુ દેખાય છે જેનાથી તેના મનમાં આશા જાગે છે. માટે માણસે ગમે તેવા વિપરીત સંજોગોમાં ચાલ્યા જ કરવું જોઈએ.