Gujarati Quote in Story by Najmunnisha Malek

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામમાં એક આશિક રોજ રસ્તે જતી એક છોકરીને નકાબમાં જુએ અને બોલે “એક બાર નકાબ તો હટાવ ઔર હમે અપને રૂખસાર કે દીદાર કરાઓ ,” આવું રોજનું થયું, પરંતુ છોકરીએ ક્યારેય નકાબ હટાવ્યો નહિ અને કોઈ જવાબ પણ આપ્યો નહિ. એક દિવસ એજ રસ્તે એ છોકરી નીકળી અને તેને પેલો છોકરો દેખાયો નહિ. તેને ઘણું ખાલી ખાલી લાગ્યુ, બીજા દિવસે પણ પેલો છોકરો દેખાયો નહિ. પછી તેણે છોકરાના એક મિત્રને પૂછ્યું કે બે દિવસથી પેલો છોકરો નથી દેખાતો, ક્યાં ગયો??? તેણે દુઃખી અવાજે કહ્યું “તે તો મરી ગયો”. પેલી છોકરીને ઘણો અફસોસ થયો અને જ્યાં તેને દફ્નાવ્યો હતો ત્યાં ગઈ અને તેની કબર પાસે જઈને બોલી, “લે કરલે દીદાર”. ત્યારે અંદરથી અવાજ આવ્યો “યા ખુદા યે કેસા ઇન્સાફ હે, જબ વો નકાબ મેં થી તબ મેં બેનકાબ થા ઔર આજ વો બેનકાબ હે તો મેં પરદે મેં હું.”

Gujarati Story by Najmunnisha Malek : 111183477

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now