આવી મૌત ત્યારે આ વાત સમજાણી,
જિંદગી આખી મારુ-તારું કરવામાં બગાડી,
આપ્યા હતા વર્ષો અમુક ઈશ્વરે જીવન બેંકમાં,
'જીવન'મૂડીને મૂડી બનાવવામાં બગાડી
આપ્યો હતો ઈશ્વરે અપાર પ્રેમ બધાને વહેંચવા,
પ્રેમની આ સોગાત નફરત ખરીદવામાં બગાડી
હતી યુવાવસ્થા માણવા જીવન ભરપૂર,
આ સમય ની સંપત્તિ,સંપત્તિ 'ભેગી' કરવામાં બગાડી,
આપ્યું ઘડપણ ઈશ્વરે કરવા ઈશ્વર ભક્તિ,
ઈશ્વર ભક્તિ પણ બીજાને નિંદવામાં બગાડી,
સમય ખર્ચી ભેગા કરેલા નાણાં અંતે સમય ન ખરીદી શક્યા,
શાંતિથી માણવાની જિંદગી,બસ ભાગવામાં બગાડી.