Quotes by Dev Bayani in Bitesapp read free

Dev Bayani

Dev Bayani

@devbayani132247


આવી મૌત ત્યારે આ વાત સમજાણી,

જિંદગી આખી મારુ-તારું કરવામાં બગાડી,

આપ્યા હતા વર્ષો અમુક ઈશ્વરે જીવન બેંકમાં,

'જીવન'મૂડીને મૂડી બનાવવામાં બગાડી
આપ્યો હતો ઈશ્વરે અપાર પ્રેમ બધાને વહેંચવા,

પ્રેમની આ સોગાત નફરત ખરીદવામાં બગાડી
હતી યુવાવસ્થા માણવા જીવન ભરપૂર,

આ સમય ની સંપત્તિ,સંપત્તિ 'ભેગી' કરવામાં બગાડી,

આપ્યું ઘડપણ ઈશ્વરે કરવા ઈશ્વર ભક્તિ,

ઈશ્વર ભક્તિ પણ બીજાને નિંદવામાં બગાડી,

સમય ખર્ચી ભેગા કરેલા નાણાં અંતે સમય ન ખરીદી શક્યા,

શાંતિથી માણવાની જિંદગી,બસ ભાગવામાં બગાડી.

Read More

ડુબતા ડિસેમ્બર ની સાથે
બધી ભુલો માફ કરજો મિત્રૉ
શું ખબર બીજી વાર ડિસેમ્બર આવે
ત્યારે હુજ ના હોઉે !


#diffOnFeelHeart

Read More

*""તમારી માનસિક શાંતિ નો આધાર તમારા વિચારો પર નિર્ભર છે,*

*"જો તમારા વિચારો તમારા નિયંત્રણ મા હશે*
*તો,*
*પરિસ્થિતિ,*
*સમય કે નકારાત્મક લોકો તમને ક્યારેય વ્યતીથ નહી કરી શકે....*"

Read More

VEETI GAYELA DIWSO HAVE YAAD NATHI KARVA ,,,,,
BAAKI RAHELA DIWSO HAVE BARBAAD NATHI KARVA ,,,,,,,
SU MADYU ........? SU GUMAVYU .....?
JIVAN MA ........ JAVA DO NE YAAR .....
HAVE AENA KOI HISAB NATHI KARVA .......

"દુઃખ સે અગર પહેચાન ન હો તો,

કૈસા સુખ ઓર કૈસી ખુશિયા,

તુફાનો સે લડકર હી તો લગતે હૈં સાહિલ ઇતને પ્યારે...

એક અંધેરા, લાખ સિતારે, એક નિરાશા, લાખ સહારે"!

Read More

મારી સાથે બોલે છે ને ? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા,

રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા.

કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા,
એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ.

ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા’તા,
કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા’તા.

એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું,
નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું.

હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે,
દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે.

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું’તું,
એકલા ઉભા રહીને શું વાત કરો છો ? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ?

ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા
ત્યારે ખાનગી કશું જ નહોતું અને છતાં ખાનગીમાં કહેતા’તા.

હવે, બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરું ? નજીકમાં કોઈ કાન નથી,
દોસ્ત, તું કયા દેશમાં છે ? કયા શહેરમાં છે ? મને તો એનું પણ ભાન નથી.

બાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ...

Read More