અમારા સુરત શહેરની દુઃખદ ઘટના માટે....
આગ તો બધે લાગી છે
કયાંક મહત્વકાંક્ષાની,
કયાંક રૂપીયા રળી લેવાની,
કયાંક ભ્રષ્ટ અને ગંદા થવાની,
તો વળી
કયાંક ઘટના બાદ થતી પીડાની,
આગ તો બધે લાગી છે
પણ ખબર તો પડી ગઇ કે
આ શીદની ભાગા ભાગી છે
આગ તો બધે લાગી છે...
એક બળ્યું બીલ્ડીંગ એકવાર
બળતા રહેશે કાળજા જીંદગીભર
એ માવતરનાં,
બાળકોએ જેના 'ભ્રમિત'
અહિં જીંદગી ત્યાગી છે
આગ તો બધે લાગી છે....