Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં જ્યાં અંધારું ભાળે, દીપક જ્યોતને જગાડે.
અજ્ઞાન તમસ સહજ ટાળે દીપક જ્યોતને જગાડે.

પૂરી દીવેલને પ્રાણ સંચારે, વાટ બળીને તેજ પ્રસારે.
અહમ અંધકારનું ઓગાળે, દીપક જ્યોતને જગાડે.

સામ્રાજ્ય રોશનીનું ફેલાવે, મજનુ પતંગાને સમાવે.
કાલિમા ન પોષાય કોઈ કાળે , દીપક જ્યોતને જગાડે.

પ્રકાશપુંજ સઘળે પ્રસરાવે, એને ચાંદની યાદ આવે.
ઘર દીવડા થઈને ગૃહ ઉજાળે , દીપક જ્યોતને જગાડે.

અંધકાર અમાવસ્યા નિવારે, પ્રકાશથી ઘરને શણગારે.
જગતને રોશનીમાં જે ઢાળે, દીપક જ્યોતને જગાડે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111178537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now