English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મારા જ જીવનનો એક યાદગાર પ્રસંગ અછાંદસમાં ઢાળવાનો એક પ્રયાસ*


જમીન પર ઢોળાયેલ
બે મુઠ્ઠી જેટલા ચોખા
થોડા મગના ફાડા
ઘઉં નો લોટ
તેલની શીશી
કપડાં ધોવાનો સાબુ
મમરાની થેલી
સાથે સાથે એક બાળક
છોલાય ગયેલ હથેળી
ગોઠણ થી ફાટી ગયેલ પેન્ટ
લોહીની ધાર વહે ને
આસપાસ ન કોઈ
ઉભું કરનાર
ન ઘર સુધી મૂકી જનાર
આંશુ અટકી ગયેલા આંખોમાં
પણ લોહી વહેતુ રહ્યું
પાણીની જેમ
એની નજર સમક્ષ
એક ચકલીનો માળો
ચકલીનું બચ્ચું
ઉડવાનું કોશિશ
કરવા ગયુંને પડ્યું
ચકલીએ સહારો દીધોને
બચ્ચું ઉડ્યું
આ તરફ
બાળકને સહારો દેનાર કોણ
છતાં એ જોર કરી
ધીમે ધીમે ઉભો થયો
એક એક કરી
બધી વસ્તુ સમેટી
થેલીમાં નાખી
હથેળીમાં ખૂંચેલા
પરિસ્થિતિના કાંકરા ખંખેરી
ધોધની જેમ
ગોઠણ એ થી વહેતા લોહી પર
સંકલ્પનો રૂમાલ બાંધી
એ ચાલવા લાગ્યો
પોતાના ઘર તરફ
પોતાની મંઝિલ તરફ
પહોંચી જવાની આશા લઈને
હા ,
હટાણું કરવા
સફર પર નીકળેલા
એ દસ વર્ષના મુસાફિરમાં
વાવણી થઇ ગઇ'તી
જીવનની કોઈ પણ
પરિસ્થિતિ માંથી
એકલા ઉભા થવાની
દુઃખ અવગણી આગળ વધવાની
મંઝીલને સમયસર હાંસિલ કરવાની
કોઈ પણ કઠિન સંજોગમાંથી
સફળતાની આશા લઇ
જિંદગીને જીતવાની .......


-આશિષ અઘેરાં
મુસાફિર (રાજકોટ)

English Shayri by બાબા સત્સંગી : 111175442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now