Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૈયે વ્યાપી ગયો સૂનકાર જિગરના ટુકડાને વળાવતાં.
કેવો થયો હશે ઉરે પ્રહાર જિગરના ટુકડાને વળાવતાં.

વસમો સૌથી દિવસ જિંદગીનો પિતાને આપવીતીને,
કાળજે ઘા વિના રક્તધાર જિગરના ટુકડાને વળાવતાં.

જોને આ રમકડાં તારાં બેટા ધ્રૂસકે ધ્રૂસકે રડતાં કેવાં!
એની કોણ લૂંછે અશ્રુધાર જિગરના ટુકડાને વળાવતાં.

વીત્યાં વર્ષો એકવીસ માતપિતાનાં લાડપ્યાર પામતાં,
શ્વસુરગૃહે તારે નવો સંસાર જિગરનાં ટુકડાને વળાવતાં.

નથી અશ્રુ સ્રવતાં નયન પણ આઘાતથી સૂકાઈ જતાં,
સર્વસ્વ ગુમાવ્યાનો વિચાર જિગરના ટુકડાને વળાવતાં.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111173709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now