# Kavyotsav 2
જરૂરી નથી
પંછીને પૂરવાનું જરૂરી નથી
ગમતું સૌ રાખવાનું જરૂરી નથી
સાચવી રાખી મેં જે પળો મુઠ્ઠી માં
ઘાવ એ ખોદવાનુ જરૂરી નથી
સંપીને રહીએ તો સૌથી સારું છે પણ
સૌ ને કંઇ ઝૂકવા નું જરૂરી નથી
લડવુ નહિ પણ તે શત્રુ જ જો હોય તો
તો પછી ભાગવા નું જરૂરી નથી
મૌન આક્રોશ ઊછાળતો હોય તો
કડવુ કંઇ બોલવાનું જરૂરી નથી
-શ્વેતા તલાટી