"દગા કિસી કા સગા નહી,નહી કિયા તો કરકે દેખો ઔર કિયા હે ઉસકે ઘર કો દેખો."
દોસ્તો,એક ગામમાં ગામના પાદરે એક મંદિરમાં એક બાવાજી રહેતા હતા.બાવાજી ખુબ ભલા અને ભોળા માણસ હતા.બાવાજી સવાર-સાંજ મંદિર મા પૂજાપાઠ કરતા અને ગામમાંથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા.આજ ગામમા એક ઘરમા સાસુ અને વહુ રહેતા હતા.જેમા વહુ દગબાજ હોય છે તે રસોઈ બનાવતી પણ પોતાની સાસુને પાણી વાળું શાક અને કોરી રોટલી કાયમ આપતી હતી પોતે સારું જમી લેતી.હવે આ બાવાજી પણ ગામમા ભીખ માંગવા નિકળતા ત્યારે લોકોના ઘર પાસે જઈ કાયમ એક વાક્ય બોલતા "દગા કિસીકા સગા નહી,નહી કીયા તો કરકે દેખો કીયા હે ઉસકે ઘર કો દેખો."આ બાજુ પેલી વહુ કાયમ આ વાક્ય સાંભળતી અને વિચાર કરતી કે આ બાવાજીને મારી હકિકત ખબર પડી ગઈ છે,લાવને આ બાવાજીનું જ કંઈક કરવું પડશે,આમ વિચારીને એક દિવસ તેણે લાડુ બનાવ્યા અને પોતાની સાસુને બે લાડુ આપ્યા અને બે લાડુમાં ઝેર નાંખીને બાવાજી માટે મુકી રાખ્યા,બાવાજી દરરોજના ક્રમ મુજબ ભીખ માંગવા આવ્યા અને બોલ્યાં "માતા ભોજન આપો,દગા કિસીકા સગાં નહી,નહી કિયા તો કરકે દેખો,કિયા હે ઉશકે ઘર કો દેખો."આ તરફ પેલી વહુ ઘરમાંથી બે લાડુ લઈને આવી અને બાવાજીને આપ્યા,બાવાજી લાડુ લઈ મંદિરે ચાલ્યા ગયા.વહુ મનમાં ખુશ થઈ કે આજે બાવાજીનું કામ તમામ થઈ જશે,પછી મારી કોઇ વાત જાણી શકે નહી.આ તરફ બાવાજી મંદિરે ગયા અને પુજા-પાઠ કરીને ભીખમાં લાવેલી બીજી વાનગી ખાઈને સંતોષથી બેઠા અને પેલા બે લાડુ કોઇ ભૂખ્યા આવશે તેમ વિચારી ઝોળીમાં મુકી દે છે.હવે સમય-સંજોગ પણ એવો સર્જાય છે કે સાંજ પડતા જ વાતાવરણમાં પલટો આવે છે ચારે બાજુ વાવાઝૉડા સાથે વરસાદ ચાલું થઈ જાય છે,અને આજ સમયે પેલી વહુનો પતિ અને સસરા બંને રસ્તામાં મંદિર આવતાં ત્યાં જ બાવાજી પાસે રોકાઈ જાય છે.બાવાજી મહેમાનોને ભોજનમા પેલા બે લાડુ આપી દે છે,બાપ બેટો લાડુ ખાઈ ને સુઇ જાય છે,વહેલી સવારે બાવાજી મંદિર સાફ કરવા ઉઠે છે અને પેલા બંને જગાડવા જાય છે પણ આ શુ? તે તો મૃત્યું પામ્યા હોય છે.બાવાજી લોકોને બોલાવે છે અને જણાવે છે તો તપાસ કરતા પેલી વહુના જ પતિ અને સસરા જ નિકળે છે. વહુ હૈયાફાટ રુદન કરતા મંદિરે આવે છે,પણ હવે શું થાય?હાથ ના કર્યાં હૈયે વાગ્યા.બાવાજી નિર્દોષ હોય છે તે બચી જાય છે અને દગો કરનાર વહુ ને જ પરીણામ ભોગવવું પડે છે. માટે જ દોસ્તો કહેવાય છે,"દગા કિસીકા સગા નહી,નહી કીયા તો કરકે દેખો,ઔર કિયા હે ઉસકે ઘર કો દેખો."