તું યાદ ન આવ એવી
એક પણ સવાર નથી પડી
હું તને ભૂલી ને સુઈ જાવ
એવી કોઈ રાત નથી પડી
મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.
આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને,
આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.
દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.
પથ્થરો પોલા હશે કોને ખબર?
લોકો પણ કેવા હશે કોને ખબર?
મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે,
પણ આંસુ કોને સાચા હશે કોને ખબર
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે