# Kavyotsav 2
પ્રેમથી વહેતું જ ઝરણું ચાલશે
આંખમાં સુંદર એ શમણું ચાલશે
જિંદગીમાં છાંયડી તડકી હશે
સાથ આપે પણ એ શરણું ચાલશે
મન ભીતર પણ તો ઘણો કચરો મળે
ગાળવા તે કેવું ગળણું ચાલશે ?
ડૂબ મજધારે તું જીવનમાં કદી
તટ ઉપર લાવે એ તરણું ચાલશે
શાંત મન સુખી સદા રહે છે છતાં
કહું કદી ચંચળ જ હરણું ચાલશે
- શ્વેતા તલાટી