Gujarati Quote in Poem by Jaykumar DHOLA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખોમાં છે સપના ઝીલવાની મસ્તી ને,
હૃદયમાં ધબકતા દોસ્તીના તરંગો ને
કે તણખાની શોધમાં બ્રહ્માંડને માપતો
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!

કે દિવા જેવડો હું ને બનવા નીકળ્યો સુરજ,
પણ કેટકેટલાય ચાંદાજેવાઓને માની બેઠો રવિ,
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!

એક થાળી ને ચાર મિત્રોની શટલ સવારી
એ અમારી રોજની મેસની કહાની,
ને વળી સૌંદર્યની ફોરમ ભણી
દોડતી એ ત્રાંસી આંખ અમારી
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!

કે લાઈબ્રેરીને બનાવી આભ
એમાં શોધતાં મોસમના રંગો ને
બે ઘડીની મુસ્કાન લાવે એની એક ઝલક જોઈ
વળી થાઈ હજુ ઝીંદગીમાં વસંત પણ છે!
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!

પરિણામની ક્ષણોમાં ધ્રૂજતી આંગળીઓ ને
મિત્રો પાસ થયાની દુઃખની લ્હાણી
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!


વધતો પરિવારજનોની આશનો બોજ એવો
હૃદયને લાગે કપાતી હોય ધમની-શિરાઓ એની
બનીને બેઠા રોકેટ એવા જે ઉડવાનું કરે ચાલુ ખરું
પણ વાયુમંડળને છોડી જ ન શકે!!
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!

યાદ આવશે લીધેલી ચાની ચૂસકીઓ
જે ભુલાવે મનમાં થનગનતા બળાપા
પણ ધાર્યું તે ધર્યું નહીં ઉમંગ રહેશે અનેરો એવો
બસ, આટલી જ કહાની થોડી છે આપણી યુવાનીની!


હવે તો લગાવો તણખો ને રોકેટ થાવ અહીંથી
બસ , આટલી જ કહાની જોઈએ છે આ યુવાનીની!!

Gujarati Poem by Jaykumar DHOLA : 111169463
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now