વ્યક્તિ ક્યારેક તો પોતાની જીંદગીથી એટલી બેબસ થઇ જાય છે કે,ઘણી વાર મરવાના પણ વિચારો કરી નાખે છે.ઘણી વાર તો આપણને જ્યારે જે કામ માં આનંદ મળતો હોય છે ત્યારે અગર એજ કામ કરવા ના મળે તો બહુ ખરાબ લાગે છે.વ્યક્તિ ની આજુબાજુનું વાતાવરણ પણ તેને બહુ બેબસ બનાવી દે છે ..
જ્યારે કોઈ વ્યક્તિ બીજાની સફળતામાં આડે આવે છે તો તેમણે પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું કુટુંબ છે ને પોતાના પણ બાળકો છે ક્યારેય એમનાજ પુત્ર કે પુત્રી સાથે કોઈ આવો વ્યવહાર કરે તો તેમને કેટલું ખરાબ લાગશે.તો જે તે વ્યક્તિ નાં માતા પિતા પણ છે તો મેહરબાની કરી ને પોતાનાથી નાના વ્યક્તિઓને ક્યારેય નિષ્ફળ ના માનશો.જે તે વ્યક્તિ પોતાની જાત ને બહુ વધારે જ્યારે હોંશિયાર માનવા લાગે છે અને પોતાને ચઢિયાતો માને છે ને ત્યારે તેનું અભિમાન બોલે છે.