"હેપ્પી મધર્ષ ડે"
હતી 'મા'ની નવી સાડી, હવે એ ગોદડી થઈ ગઈ,
ઘણાં વર્ષો પછી 'સાગર' વતનમાં રાતવાસો છે.
@@@@@@
થોડા વખતમાં છોકરો પાછો થયો બિમાર,
ફફડી ઉઠી મા, મેં કઈ બાધા નથી કરી?
@@@@@
મા ઉપરથી ગઝલની શરૂઆત થઈ,
મા થી આગળ કશું પણ લખાયું નહીં.
@@@@@@@
મોંઘી દવાથી કૈં ફરક પડતો નથી કદી,
મા ની દુવા સૌ કોઈને સારો કરી શકે.
@@@@@
કાળજામાં કેટલી ટાઢક હશે!
મા ની ફૂંકે દૂધ હૂંફાળું થયું.
@@@@
રાતની વાસી વધેલી ખીચડી,
હાથ મા નો સ્પર્શતા કંસાર થઈ.
@@@@
યુવાની ચૂકવી દીધી છે સો એ સો ટકા,
જગતમાં મા થી મોટો કોઈ કરદાતા નથી.
@@@@@
શહેર છોડી ગામમાં આવું છું મા
થાળીમાં કંસાર કાઢી રાખજે.
@@@@@
ઘરડા ઘરે રહીનેય ચિંતા દીકરાની છે,
સ્હેજે ફરક પડતો નથી મા ના લગાવમાં.
@@@@@
રોજ બાળક સામે હારી જાય છે
મા ની મમતાનો વિજય છે કે નહીં!!
@@@@@
જગત બદ્ દુવા આપે તો આપવાદો,
હું મા ની દુવાના ભરોશે જીવું છું.
@@@@@
રાકેશ સગર ,સાગર