# Kavyotsav 2
ગઝલ - દર્પણ
મને આજે થયું કે લાવ જગને હું ધરૂ દર્પણ
તરત જગ આવતા સામે સજળ એ તો થયું
જર્જર
કહે દુઃખી થઇ દર્પણ હું નથી જોતો આ દુનિયા
હવે તો જો ઋણાનુબંધ ચૂકવવા થયું ઘર્ષણ
ગરીબોને અહીં ફા ફા રહેવા ટંક ખાવાના
તે મંદિરો મહીં તો શું જઈ લાખો કર્યું અર્પણ
અહીં મા-બાપ જ્યાં ત્યાં ઠોકરો ખાતા ફરે જોઉ
ખરી તો તેમની સેવા નહીં તો શું કર્યું અર્ચન ?
ન આપે જીવતા તું ધ્યાન પિતૃ શ્રાદ્ધ નો ઢોંગી
હતાં સાથે તે તરછોડ્યા પછી તે શું કર્યું તર્પણ
-શ્વેતા તલાટી