"કણબી" માટે કેટલાક પ્રાચીન દુહા/કહેવતો:
~~~~~~~~~~~~~~~~~~~~~~
"માંકડી ભેંસને ચાંદરો પાડો
એ એંધાણીએ કણબીવાડો"
"ભેંસુ ધણીને બાંધવા ડેલા,લૂગડાં જાડાંને ઘાસના ભારા
છોકરાં રૂવેને પાડે બરાડા,એ એંધાણીએ કણબીવાડા"
તલ જાડા મગ પારવા, ડેડકડંફી જુવાર
પગલે પગલે વણ બી,તો વીઘે ભાર કપાસ
જો વાવીશ ઉંડા,તો નહીં થાઉ ભુંડા
વાવીશ છીછરા તો પાડી નાખીશ ભીંસરા"
"વરસે પૂર્વા પટેલ બેસે ઝુરવા"
"ખેત ભેળ્યું ખડકલે,સભા બગડી કૂડ
ભક્તિ બગડી લાલચે,કેશરમા પડી ધૂડ"
"કણબી વાંહે કરોડ,પુરે પેટના ખાડા"
જગ આખાનો તાતને ધોતિયાં જાડા"
પાટીદારોની નીત નવી વાત જાણવા લીન્ક ખોલી
લાઇક કરવાનું ન ભુલશો....
www.facebook.com/PatidarHistory