English Quote in Poem by Bansari M

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2

"ઉર્મિઓનું કાવ્ય"

કાલ ની ખુશી શોધવામાં અમથી અમથી આજ ખર્ચાય?
એના કરતાં આજે લીધેલા શ્વાસમાં જિંદગી માણી લેવાય!!

મન પર અપેક્ષાઓનો બોજ લઈ ને આમ થોડું ભટકાય?
મળી જાય ક્યાંક અદભૂત અવસર તો સ્મિતથી જીવી લેવાય!!

વગર પુરુષાર્થ આમ ભાગ્યનો ખેલ ક્યાં સુધી જીરવાય?
શિખર ને પામવા તો નિરંતર ડગલાં માંડતું જ રહેવાય!!

નિરવ શાંતિને શોધતા દૂર દૂર સુધી હવે કેટલુંક દોડાય?
ક્યારેક સમી સાંજે કુદરતના ખોળે બેસી સ્વયંને પામી લેવાય!!

ખુલ્લી આંખોથી તો નજરો ને ક્યાં સુધી પહોંચાડી શકાય?
અનંત ને માણવા તો બંધ નયનોથી ભીતર માં ઉતરી જવાય!!

જીવનમાં સ્વાર્થનાં સંબંધો તો આમ પણ ક્યાં ખૂટ્યાં છે?
ક્યારેક વગર કારણે પણ કોઈને હાથ લંબાવી દેવાય!!

અનેક સંગીત અને સરગમો સાંભળી હશે સુમધુર સ્વરો માં,
પરંતુ મળી જાય કોઈક મનગમતો સુંદર વિસામો તો....
ક્યારેક હૃદય માં ધબકતું એ ગીત 'બંસરી' ના સુરોની માફક રેલાવી દેવાય.

આમ તો કોરો કાગળ અને કલમ અમથી થોડી સચવાય?
બસ, ઉર્મીઓને જરાક વાચા આપીને કાવ્ય લખી લેવાય.

-Bansari Modha

English Poem by Bansari M : 111166474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now