#Kavyotsav2
કદાચ તને સમજાય
કેટલું અઘરું હશે
ચહેરા પર નકલી હાસ્ય બતાવીને
અંદર દુખનો દરિયો રાખવો
ક્યારેય ન રડવાની પ્રતિજ્ઞા ત્યારે
સાચવવી
જયારે સપનાઓ આંખો સામે તૂટતા હોય
કદાચ તને સમજાય
કેવુ વીતે છે
જયારે કોઈના પર રાખેલી અતૂટ શ્રધ્ધા
કોઈની પાસે રાખેલી અખૂટ આશા
એના ફક્ત એક શબ્દ સામે હારી જાય
કેટલું અઘરું છે
હશે તેની પણ કોઈ મજબુરી તેમ
માની ને મન મનાવવું
કદાચ તને સમજાય
એ વેદના
જયારે એક આશારૂપી મીણબતી
કોઈ એક નાનકડા પવન ના લહેરકા
સામે ઓલવાઈ જાય
કેટલું અઘરું હશે
અણધાર્યા એ પવનનાં
લહેરકા સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા
ફફડવું
કદાચ તને સમજાય
કેટલું અઘરું હશે
આંખોની ફરતે રહેલા
એ કાળા કુંડાળા પાછળનું રહસ્ય
અગણિત રાતોના ઉજાગરાની મહેનત
અને નિષ્ફળતાઓને
શબ્દોમાં વર્ણવી તે દુનિયામાં પાછુ ફરવું
કદાચ તને સમજાય
કેટલું અઘરું હશે
દુર થયા પછી
ખરેખર દુર થવા માટે મથવું
બધું બરોબર છે કહીને
વગર આંસુ એ રડવું
કદાચ તને આ સમજાય
પણ
પણ
તને આ બધું નહી સમજાય
ખરેખર તને આ બધું નહી જ સમજાય
કારણકે સમજવા માટે આવવું
પડે
કલ્પનાઓની દુનિયા છોડી ને વાસ્તવિકતામાં.
જે કદાચ તારી ફેરીટેલ સમાન
જિંદગીમાં ક્યારેય શક્ય નહી બને.
~હાર્દિક રાવલ~