#KAVYOTSAV -2
મારા ગમાઅણગમા વિશે સહુ ને જણાવી દવ છું,
મને એ ગમે નહીં જે ગમે બીજાને એ એને પધરાવી દવ છું,
રાખું છું વહેમ, ને એ પણ શરમ સરીખો, જે જન્માવે નહીં શંકા મુજ આંતર માંહે,
અહીં સંબંધો નું સધાય કનેકશન રિલેશન સાથે,
જયારે ભીંજાતા હોય 'નયનો' મારા ને છલકી ઉઠતી હોય એની પાપણો,
તારે છે મારી સાથે જન્મો-જન્મ નો નાતો,
તો શું કામે તું બાંધે વીતેલા તાજા સંસ્મરણો નો સાફો,
આ ઉંમરે ફક્ત હુ તારો ને તું મારો સથવારો,
ઉપર થી જો આવે બુલાવો,
મારો કે તારો, એને છોડી જવાનો છે આ જન્મારો,
તો ચિંતા શું કામ પેલું મેળવ્યું કે છૂટ્યા ની કરે તુ,
આ જન્મે જે ગુમાવ્યું એ છોડી માંડ ને આવતાં જન્મ નો સરવાળો,
વિતાવ્યો છે હજું તો એક જ જન્મ સંગાથે,
નિભાવાના છે હજું 'છ' જન્મો ને તેની સંગાથ નો સથવારો,
ખબર છે મને કે ગજજા બાર ની વાત કરી રહ્યો છું,
જ્યારે ઉંમર નો છૂટવાનો છે સાથવારો,
ત્યારે છેક મન થયું આ કહેવાનું,
બાકી આ તો છે ઉંમર નો તકાજો,
મને કહેતા ફરે છે લોકો તમારે જોઈએ આ ઉંમરે છોકરા નો સથવારો,
હું તેઓ ને કહું મેરા 'લડકા' નહીં અબ મેરી 'લકડી' મેરો સથવારો,
જય ગુજરાત, જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.