#kavyotsav2
"આટલું હોય તો પૂરતું છે..."
દુનિયાની આ સંસારી ભીડમાં,
હોય એક મિત્ર તો પૂરતું છે...
ભલે મિલવે હાથ મેલો - ઘેલો દોસ્ત,
દિલથી પવિત્ર હોય તો પૂરતું છે...
ભલે હોય મનમાં દુ:ખનો સાગર,
ત્યાં પ્રેમની બૂંદ હોય તો પૂરતું છે...
નથી જોઈતા એ બાહ્ય દેખાવો,
હોય સાચો પ્રેમ તો પૂરતું છે...
આઘાત આપનારા અનેક છે દુનિયામાં,
હોય એક હમદર્દી તો પૂરતું છે...
પ્રેમમાં ભલે ભૂલી જાઓ દુનિયા,
પણ યાદ કરે મિત્રને એ પૂરતું છે...
કળયુગની આ દોલતની રોનકમાં,
હોય પ્રેમની હુંફ તો પૂરતું છે...
ભલે રડીએ આ પાપી દુનિયામાં,
હોય સુખના આંસુ તો પૂરતું છે...
ભલે હોય આંખોમાં ઇર્ષ્યાના અંગારા,
હોય દિલમાં મીઠાસ તો પૂરતું છે...
જોઈને જગતમાં નાકામયાબ બધાને,
મન નિરાશ ના થાય તો પૂરતું છે...
કિસ્મતના બહાને રડવાની જગ્યાએ,
કઈક કરી બતાવો તો પૂરતું છે...
ભલે ના મળે વિજય કાર્યમાં,
અથાગ પ્રયત્ન કરો તો પૂરતું છે...
ભલે લાગે ભાર આ જિંદગીના પ્રવાસનો,
મળે બધાને કોઈ આધાર તો પૂરતું છે...
- ચિરાગ કોષ્ટી