જુનાં ઘા  ખણું  છું  પ્રહારે  પ્રહારે,
ખણું એ  ગણું  છુું   પ્રહારે  પ્રહારે.

રચે  ઉર્ણનાભિ*  મહાજાળ  એવું,
હું પણ ઘર ચણું છું  પ્રહારે  પ્રહારે.

પડે એ  ચડે  છે, ઉંચા  એ  મુકામે;
સતત એ ભણું  છું  પ્રહારે  પ્રહારે.

નથી ડર મરણનો હવે એ હિસાબે;
હું  ખુદ ને  હણું  છું  પ્રહારે પ્રહારે.

નવું  જાણવા ને  અજ્ઞાની બનું  હું,
નિરંતર  ભણું   છું  પ્રહારે  પ્રહારે.
 
લગાગા  બહરની   પ્રક્રિયા  કરીને,
ગઝલ હું  જણું  છું  પ્રહારે  પ્રહારે.

-અશોક વાવડીયા

*ઉર્ણનાભિ=કરોળિયો
છંદ=મુતકારિબ ભુજંગી બહર નો ૨૦ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
લગાગા, લગાગા, લગાગા, લગાગા
અરબી શબ્દો
ફઊલુન, ફઊલુન, ફઊલુન, ફઊલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111166198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now