Gujarati Quote in Poem by Krishnansh Radhe

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલ ઉપર એની જ્યાં ગુસ્સે થઈને, બસ મેં તો એક વેણ કીધુ,
ત્યાં ઝાડવાએ કુંપળોનું ઉપરાણું લીધું.

જરાક એવું બાંગોરીયું છે, ઉગીન્ હજુ ઊભું થ્યુ છે, ને મારી સામું બોલે?
આખું રાતુ ચોળ થઈને, ક્રોધમાં તરબોળ થઈને, ફણીધર માફક ડોલે.

એક ધોલ જ્યાં નાખી એને ઓડમાં ને ડાળીઓએ વાંકુ મોઢુ કીધું,
ત્યાં ઝાડવાએ કુંપળોનું ઉપરાણું લીધું.

વાંકીચુંકીનું થાય છે ને, અવળે રસ્તે જાય છે એને કૈંક હવે કહેવાનુ રાખો,
ને એટલેથી પાછો જો સમજે ના એને તો, હડબુથ બે ઝાલીને નાખો.

નાનું છે ત્યાં એને સીધે રસ્તે વાળો, પછી મોટું થ્યે થાય ના એ સીધું.
ત્યાં ઝાડવાએ કુંપળોનું ઉપરાણું લીધું.

- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ

Gujarati Poem by Krishnansh Radhe : 111166137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now