પદ્ચિહ્ન હો તારા ને હો પ્રેમ કેરી ડગર,
એ જ મારો આશરો ને એ જ મારુ ઘર,
નામ રૂપે છો સદાયે તુ જ મારી સાથે,
શેનો મુજને ભય હો ને શેનો મુજને ડર?
શોધવાનું છોડ્યુ તુજને આ જગતની માંહે,
તુ જ છો આ જગતમાં ને તુ જ મારી અંદર,
મીરાના પ્યાલામાં હો કે સમદરમાં હો વિષ,
તુ જ છે પીનારો કૃષ્ણ, તુ જ છે શંકર.
આ જગતનો છેડો તો બસ એટલે જડતો નથી,
તું જ એમાં છે પ્રથમ ને તું જ છે આખર.
વર્ણવવી તારી આભાને દુષ્કર મારે કાજે,
તુજ અનંતની સામે હું "રાધે" જીવ પામર.
- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ