#kavyotsav -2
મને ગમે....
ગોરા ગોરા ગાલ તારા,વાંકડિયા એ વાળ તારા,
ગાલ પરનું એ ખંજન મને ગમે....
રૂમઝૂમ રૂમઝૂમ ચાલ તારી,અણિયાળી એ આંખ તારી, ઝાંઝરનો એ ઝણકાર મને ગમે.....
કદી ફોડે જો મટકી મારી, કદી માખણ ઢોળે આવી, તારા એ તોફાન મને ગમે.....
મોરલી મધુરી વાગે તારી, દોડી આવુ પાસે તારી, સૂરમાં બનું ગુલતાન મને ગમે....
વૃંદાવનમાં સૌ ગોપી સંગ, રાસ રચે છે તું જ્યારે જ્યારે, ભૂલી સૌ ભાન રમવું મને ગમે.....
તું મળે કે નાં મળે મને, બસ રાત -દિન તારી ભક્તિમાં,
જીવન વિતાવું આમ મને ગમે.....
જાગૃતિ રાઠોડ