Gujarati Quote in Poem by Dr Sejal Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવયોત્સવ_૨
#Kavyotsav_2

ગઝલ
#ભાવનાત્મક


કવિતા મહીં એક  કહાની લખું છું!
કલમ થકી મારી જુબાની લખું છું !

જગાડે હેતની હેલી હૈયાં ભીતર;
ગઝલ ભલે  કોઈ તોફાની લખું છું !

જગાવે પ્રેમનો અહેસાસ ઉર મધ્યે ;
માધવ ઘેલી બની દિવાની લખું છું!

વહાવી વ્હાલ મારી કલમ મારફતે;
કાગળ પર એક નિશાની લખું છું !

રોકીને આંસુને  મારી પાંપણ ઉપર;
'સહજ' વાત મારી પોતાની લખું છું !

ડો.સેજલ દેસાઈ
સુરત

Gujarati Poem by Dr Sejal Desai : 111165346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now