#કાવ્યોત્સવ2 #કવિતા
પૂછે બધાં, શબ્દો ભેગા કરી, કેમ કરી લખે તું કવિતા?
વાંચતા જ લાગણીઓથી ભીંજવે કેમ સૌને કવિતા?
કોઈને જોઇ ભાવો જાગે ને ,હદય પર અંકાય કવિતા,
કોરા કાગળ પર ક્રાંતિ લાવે, મશાલ બની પ્રગટે કવિતા.
વિધવા જેવા કાગળ પર, વસંત થઈ ખીલે કવિતા,
કંઇ કેટલાય સંબંધો ને શબ્દોની સાંકળ થી બાંધે કવિતા.
કલ્પના નાં ઘોડા લઇ બ્રહ્માંડ નો આંટો મારી આવે કવિતા,
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લઇ સોટી તો બની ગઇ કવિતા.
બા બેઠી તી રસોઈ કરવા ત્યાં બની ટેસ્ટફુલ કવિતા,
ગામને પાદર સાદ કરે છે ક્યારેક કોઈ કવિતા.
ચારણ કન્યા સાથે લઇ જાય ગીરમાં વિર કવિતા,
મીઠી માથે ભાત સાંભળી રડાવે સૌને કવિતા.
ચાલો જીગરથી યાદ કરીએ ભૂલાયેલી કેટલીક કવિતા,
કવિતા દિવસે થયું ,હૈયું ઠાલવી, લખી નાખું એક કવિતા.
–જીગર બુંદેલા