જા પ્રથમ તું સમીપ ને પારખ.!
તું જ તારા ખમીરને ખારખ.
એજ પીડા, ઇલાજ પણ એ છે,
એજ તારા શરીરને પારખ.
ભીખ માંગે સમીપ ઈશ્વરની,
એ તવંગર ગરીબને પારખ.
પાંદડું એક ખસેડવાની દેર,
તું પ્રથમ તો નસીબને પારખ.
ધન વગર મોજમાં મળે કાયમ,
કોઈ એવા અમીરને પારખ.
એજ અંદર,બહાર પણ એ છે,
એજ તારા ઝમીરને પારખ.
તું જ આસન લગાવ ભીતરનું,
તું જ તારા કબીરને પારખ.
-અશોક વાવડીયા
છંદ=ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન,મફાઈલુન,ફઅલુન