Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નભ-ધરા  આરપાર   છે  કવિતા,
એટલી   ધારદાર    છે    કવિતા.

સાંજ પણ છે, સવાર છે  કવિતા;
ગુલ,ગુલશન,બહાર  છે   કવિતા.

દર્દની    સારવાર    છે    કવિતા,
ને  ખુશીઓ  અપાર  છે  કવિતા.

દર્દ    ભૂલાવવા,   ખુશી     માટે- 
એક   દારોમદાર     છે    કવિતા.

તર્ક    શણગાર,  મર્મની    વાતો;
એક  કવિનો  વિચાર  છે  કવિતા. -પાછળ-->

કવિનું  હથિયાર  લેખણી, કાગળ;
શબ્દ   રૂપી   પ્રહાર   છે   કવિતા.

આપ પ્રતિભાવ  આપશો  'રોચક' -
એજ  મારો  પગાર   છે,  કવિતા.

-અશોક વાવડીયા
*ગુલ= ફૂલ,ગુલાબ
*ગુલશન=બાગ,બગીચો,ઉધાન,ફૂલ વાડી
*બહાર=ભભકો,શોભા,સુગંધ,સૌરભ,આનંદ,ખુશાલી
*દારોમદાર=આધાર,મદાર,આશ્રય,નિર્ભરતા
*તર્ક= કલ્પના,અનુમાન,સંભવીત ખુલાસો
*મર્મ=છૂપી વાત,ભેદ,રહસ્ય,ભાવ,હેતું
*લેખણી=કલમ,ટાંક,પીંછી,લેખણ
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111164457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now