#kavyotsav2
દુરથી વાંચી તને કવિતા હું લખું છું, ભુધર થી છુટી પડેલી સરિતા હું લખું છું.
હળવું નથી તારા વગર વહેવું આ સફરમાં, છતાં ખડક થી ટકરાઇને છોડી મીઠાશ હું લખું છું.
તારો પ્રેમ જનેતા સમો મને લાગે છે બહું આંધળો, એટલે જ પછડાઇને લઈ આંનદ હું લખું છું.
જાણું છું તું "એકજ" પર્વત છે જવાળામુખી, પણ તારાથી હું છું એટલે હસી ખડખડ હું લખુ છું.
ઇતીહાસ છે પ્રેમનો એ ત્યાગ થી પ્રસિદ્ધ છે બાકી છૂટા પડી તુજથી આસું બની સાગરમાં હું મરું છું. #એકજ