#Kavyotsav2
“ક્યાંક અફવા ફેલાય નહિ...”
દિલ હોય તો ધબકારા ક્યાંય જાય નહિ,
એ તો નિશાની છે પ્રેમ ની કદી છુપાય નહિ...
પ્રેમ તો ખરી લગન છે મિલન ના ધ્યેયની,
નરી આંખે પણ ખરેખર જે દેખાય નહિ...
પ્રેમ છે લુચ્ચો વરસાદ કોઈક દિવસનો,
જો વરસ્યો હોય તો પણ ભીંજાય નહિ...
નફરત નો તડકો ગમે તેવો કઠોર હોય,
પ્રેમ નો પથ્થર પણ ક્યારેય અકળાય નહિ...
કંઈક તો અસર હશે એના પવિત્ર નામમાં,
નહિ તો જાણવામાં આટલો સમય થાય નહિ...
સ્વપ્નો સાથેની લાગણી સમાપ્ત થઇ હવે,
જો જો મિત્રો! ક્યાંક અફવા ફેલાય નહિ...
- Chirag Koshti