# કાવ્યોત્સવ-2#
*યાદ તારી આવે*
યાદ તારી આવે મને યાદ તારી આવે,
સપનામાં સતાવે તું સપનામાં સતાવે,
છોરી તું સાંભરે મને છોરી તું સાંભરે,
કાંઈ ના સાંઘરે મને કાંઇ ના સાંઘરે,
પગ મુકતાં પાદરે ને ગામને ઝાપે,
યાદ તારી આવે મને યાદ તારી આવે,
શાળામાં સૌ સાથે ભેગા મળી જમતાં,
સીમમાં સંગાથે સૌ રમતાં ને ભમતાં,
સંગાથે સૌ મળી ભણતાં ને ગણતાં,
જીવન જીવવાનો પાઠ પાકોરે કરતાં,
ઢોલના ધબકારે ને તાળીયોના તાલે,
નવલી નવરાતમાં રમતાં સૌ રાસે,
યુવાદિનના ઉત્સવમાં કોલેજકાળમાં,
કમાલ કરી હતી કાન ગોપીના વેશમાં,
હથેવાળો કરતી જોઇ પરાયા હાથમાં,
પરાયાને પોતીકો કરજે જીવન સંગાથમાં,
અજાણીને ઓજલ થાજે મળતાં મારગમાં,
જીવી જઈશું જીંદગી એકબીજાની યાદમાં.
કે.વી.ઝણકાટ, GHCL, સુત્રાપાડા