નવા_દુઃખો૩#સીઝન_૨
નવો દિવસ... નવા દુઃખો..કામ અધૂરું રહ્યું ગઈ કાલ નું.ફરી હું શહેર માં નીકળી,ઠંડા પાણી ની જૂની ૫ રૂપિયા વાળી બોટલ સાથે ..
વળી રસ્તા માં, એ જ વાઘ એ જ બસ ની લાઈનમાં ઊંભેલો. મેં તો કપાળ ફૂટ્યું.. ગઈ કાલે આટલું સમજાવ્યું હતું.. તો ય લાઈન માં ? નોટબંદી વખત થી જ ભૂલો પડ્યો લાગે છે..
મેં જઈ ને એને કહ્યું કે કેમ, તમને ગઈ કાલે બસ માં બેસાડેલા ને ? તો કહે હા , પણ આ અમિતાભ વારે ને વારે કહે છે કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં..ને હું તો એક દી જ રોકાણો.. એટલે પાછો આવ્યો..( ???લે, મારા જેવો ભૂલકણો જ નીકળ્યો.. કાલે યાદ ના આવ્યું !)
હશે, મારે શું, એને ધક્કો થયો . મેં કહ્યું કે સારું પણ શું કરવું છે હવે ? તો કહે કે મારે શહેર ના લોકો નું જીવન જોવું છે . ફાફડા, થેપલા ને ખાખરા ચાખવા છે, શહેરી જીવન ની મજા જાણવી છે,ક્લબ કલ્ચર ની મજા માણવી છે. સેવ મમરા ખાવા કર્ણાવતી ક્લબ માં મેમ્બર થવું છે..
" મેં કહ્યું, પૈસા છે ? " હા, છે. " બેંક ખાતુ ?" ખોલાઈ આપો તમે .."હા પણ એને માટે આધાર કાર્ડ છે ?" નથી, તમે કઢાઈ આપો ને !
હું નિરાધાર બની એની સામે જોઈ રહી. આધાર કઢાવવા અબી હાલ લઈ જાઉં, પણ એનું આવડું મોટું માથું નાના કૅમેરા માં કયાં થી ફોટા માં આવે ? ને કદાચ આવે તો ય એનો પોતાનો ફોટો વાઘ ને બદલે મીંદડી જેવો આવશે, એ જોઈ ને એ આત્મહત્યા કરી લેશે..
મેં ના પાડી દીધી.. એક વાઘ ને આધાર વગર છોડી ને હું ચાલી નીકળી.. ફરી એક વાર ...નિરાધાર.. સાથે દુઃખનો ભાર..