Gujarati Quote in Poem by Divyaba Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંતાઈ જાવ છું.. #કાવ્યોત્સવ 2

દુનિયાના માનવ મહેરામણની ગભરામણથી
અકળાઈને સંતાઈ જાવ છું.....
ને કારણ વગરના સંબંધોની માયાજાળથી
ગુંગળાઈને સંતાઈ જાવ છું.....
માણસોના જાત-જાતના કારસ્તાનથી
ગભરાઈને સંતાઈ જાવ છું.....
ને સંબંધોમાં અવિશ્વાસની દિવાલથી
દબાઈને સંતાઈ જાવ છું.....
સમયની કપરી કસોટીના સવાલોથી
હેબતાઈને સંતાઈ જાવ છું.....
ને જગતની બેમતલબની રેસમાં દોડવાથી
કંટાળીને સંતાઈ જાવ છું.....
પણ.... આટઆટલું સંતાવા છતાં...
ક્યારેય ના પોતાની જાતથી સંતાવ છું કે
ક્યારેય ના પોતાના આત્મવિશ્વાસથી સંતાવ છું
અને એટલે જ....
આ સંતાકૂકડીથી ઉપર ઉઠીને,
સમયની સાથે ઓળખાઈ જાવ છું......

Gujarati Poem by Divyaba Jadeja : 111164247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now