The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દેશ ઝંખે છે.... દેશ ઝંખે છે એક ઝળહળતી યુવાની, જે છોડાવે લોકોની પશ્ચિમી માનસિકતાની ગુલામી, આજે પણ બની શકે છે લાખો વિવેકાનંદ આ દેશની માટીમાંથી, જો બને યુવાનોની યુવાની દેશની સંસ્કૃતિ કેરી દિવાની.... આ સંસ્કૃતિ છે આપણા પૂર્વજોની નિશાની, જેને બચાવવા દોહરાવાની છે વિવેકાનંદની કહાની, લઈ જવો છે દેશને દુનિયાની ટોચ પર, અને બનાવવી છે સમગ્ર દુનિયાને ભારત કેરી દિવાની.... એક વિવેકાનંદે જગાડી હતી આ દેશમાં યુવાની, ને બનાવી હતી દેશની મહાન અસ્મિતાની કહાની, છે જરૂર આજે એ અસ્મિતાને બચાવીને, ફરીથી આપણી ખોવાયેલી ધરોહરને શોધવાની..... ખોવાઈ રહ્યું છે યુવાધન આધુનિકતાની આડમાં, ને કરી રહ્યું છે ઘર વ્યસન આ યુવાનોના હાડમાં, કાઢીને ફેંકી દેવી છે આ નબળાઈઓ આપણા યુવાનોમાંથી, ને લઈ જવો છે દેશના યુવાનને વિવેકાનંદની રાહમાં..... છું એક શિક્ષક તો શિક્ષા આપવા પ્રયત્ન કરીશ, આ દેશને ફરીથી ઋષિમુનિઓનો દેશ બનાવવા પ્રયત્ન કરીશ, યાદ રાખીશ ચાણક્યના વચનોને હંમેશા દિલમાં, ને વિવેકાનંદના વિચારોને યુવાનોના હૃદયમાં સ્થાપવા પ્રયત્ન કરીશ..........
સંતાઈ જાવ છું.. #કાવ્યોત્સવ 2 દુનિયાના માનવ મહેરામણની ગભરામણથી અકળાઈને સંતાઈ જાવ છું..... ને કારણ વગરના સંબંધોની માયાજાળથી ગુંગળાઈને સંતાઈ જાવ છું..... માણસોના જાત-જાતના કારસ્તાનથી ગભરાઈને સંતાઈ જાવ છું..... ને સંબંધોમાં અવિશ્વાસની દિવાલથી દબાઈને સંતાઈ જાવ છું..... સમયની કપરી કસોટીના સવાલોથી હેબતાઈને સંતાઈ જાવ છું..... ને જગતની બેમતલબની રેસમાં દોડવાથી કંટાળીને સંતાઈ જાવ છું..... પણ.... આટઆટલું સંતાવા છતાં... ક્યારેય ના પોતાની જાતથી સંતાવ છું કે ક્યારેય ના પોતાના આત્મવિશ્વાસથી સંતાવ છું અને એટલે જ.... આ સંતાકૂકડીથી ઉપર ઉઠીને, સમયની સાથે ઓળખાઈ જાવ છું......
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser