Gujarati Quote in Romance by Bipin Makwana

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પણ પ્રેમ તો હું તને જ કરું છું.... #KAVYOTSAV -2 #કાવ્યોત્સવ


એ કહે છે કે શા માટે પ્રેમ પાછળ પડ્યો છે તું,

પણ હું કહું છું કે તારી પાછળ ગાંડો થયો છું હું,

તારી ના કહેવા માં પણ હા સ્વીકારુ છું,

પણ પ્રેમ તો હું તને જ કરું છું,


તકરાર માં પણ હું તારો પ્રેમ જોવું છું,

તું હા પાડે એમ હું કયાં કહું છું,

તું કરતી હોય વાત બીજા સાથે ત્યારે અંદરથી જલું છું,

પણ પ્રેમ તો હું તને જ કરું છું,


તારી એક ઝલક જોવા માટે હું રોજ મરું છું,

તું દુઃખી હોય ત્યારે રડું છું,

તું ખુશ રહે એવી પ્રાર્થના રોજ ભગવાનને કરું છું,

પણ પ્રેમ તો હું તને જ કરું છું,


હું રોજ તારા પ્રેમનો દર્દી બનું છું,

તને જોઈ ને જ રોજ સારવાર કરાવું છું,

પાછો તારી આ સુંદરતા જોઈ રોજ ઘાયલ થાવ છું,

પણ પ્રેમ તો હું તને જ કરું છું,

 

આજે તો તારા પ્રેમનો પાગલ એટલો થયો છું,

કે અડધી રાતે આ કવિતા તારા માટે લખું છું,

આજે તો આખા જગ ને બતાવું છું,

કે પ્રેમ તો હું તને જ કરું છું.


- બિપીન મકવાણા -

Gujarati Romance by Bipin Makwana : 111164197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now