લાવ ને મન ની વાત કરી લવું....... #KAVYOTSAV -2
ચલ ને આજે તારા સાથે એક મન ની વાત કરી લવું,
તારા નામનો મારા હદય માં એક શ્વાસ ભરી લવું,
આભમાં તો ઘણાં સિતારાઓ છે પણ એને ક્યાં સમેટી લવું,
લાવ ને આજે તારા એક - એક પળ ને જ મારા દિલ માં ભરી લવું,
ચોપડીઓ તો ઘણી છે પણ એનું જ્ઞાન ક્યાં સંગ્રહી લવું,
લાવ ને તારી એક જ ચોપડી બસ છે એને જ દિલ થી યાદ કરી લવું,
સાબિતી તો લોકો માંગે છે મારા પ્રેમ ની એમને ક્યાં બતાડતો તો થવું,
લાવ ને તું તો એક વાર માંગી જો તારા માટે મારું હૈયું ચીરી દઉં,
એક વાર આવી ને તો જો મારા દિલની મહેફિલ માં નિરાશ નહીં થવા દઉં,
ચલ ને એક વાર મને સ્વીકારી જો તારા માટે તો દુનિયા કુરબાન કરી દઉં....
- બિપીન મકવાણા -