હું અને અખો
આંખનું કાજલ ગાલે અડ્યું
કામ જાણે તલ કેરું સર્યુ!
જો અખા આખર ફારે ચડ્યું,
ગામ જાણે બવ ગાંડુ કર્યું !
તિલકે ત્રેપન છો ને વહ્યા ,
નામ એ છેવટ મારૂં કર્યું !
જો અખા,પાછળ ધાર્યું મળ્યું
તે છપ્પા થી અણધાર્યું કહ્યું !
કાન પાક્યા હોય,કથા શું કર્યું ?
સાંભળી સ્નેહલ હૈયુ મળ્યું!
જો અખા!જો કર્મ મારૂં કર્યું ,
જો બકા! જે પણ, સારૂં મળ્યું!!
------દેવાંગ દવે ©