કાવ્યોત્સવ-2
સ્ત્રી રૂપી ધન માન્યું તને મેં...
પતિ બની બસ પ્રેમ આપું તને...
થોડો થોડો પ્રેમ તુંય આપને...
આશા રાખી નથી મેં પ્રેમની પણ એક હાસ્ય રેલાવને...
સ્ત્રી રૂપી ચાહત છે તું...
પતિ બની ચાહક બની જાવ હું તોય ઘણું...
થોડો થોડો સાથ ભેળવી દે ને...
બેરંગી મારી દુનિયા રંગો થી સજાવી દે ને...
સ્ત્રી રૂપી મહેક માનું છું તને....
પતિ બની મારી મહેકમાં ભળાવી દવ તને...
થોડો થોડો રૂડો અવસર નો અણસાર છે તું...
સાબિતી બની જાય એવું કરને કઈ...
સ્ત્રી રૂપી તું મારી માનીતી ભેટ છે તું...
આભારી હું છું તારો તું પાસે છે મારી...
થોડો થોડો ઉપર વારા નો આ સારો વિચાર છે તું...
તારા મનમાં મારો વિચાર લાવવા હું આભાર કરું છું...