#KAVYOTSAV -2

ક્યારેય સાંભળ્યું..!?

ક્યારેય સાંભળ્યું નદી એ માંગ્યો કોઈ અધિકાર પર્વત જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર માવતર જોડે..!!
એ તો બસ જન્મથી માંડીને મરણ સુધી વ્હાલના વાવેતર જ કરે જાય છે..!!

ક્યારેય સાંભળ્યું કે ઝાંકળે માંગ્યો કોઈ અધિકાર પુષ્પ જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી અધિકાર એના પિયુ જોડે..!!
એ તો બસ પિયુ માં ભળી અસ્તિત્વ ઓગાળી લાગણીઓનું વાવેતર જ
કરે જાય છે..!!

ક્યારેય સાંભળ્યું કે ધરતીએ માંગ્યો કોઈ અધિકાર મનુષ્ય જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર એના બાળક જોડે..!!
એતો બસ પેટમાં પાંગળ્યા ત્યારથી પ્રેમ થી સિંચ્યા જ કરતી જાય છે..!!

ક્યારેય સાંભળ્યું સૂરજે માંગ્યો કોઈ અધિકાર બ્રહ્માંડ જોડે ?
જેમ સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર આ દુનિયા જોડે..!!
એતો બસ નવસર્જન કરીને સંસાર ને આગળ જ ધપાવે જાય છે..!!

Gujarati Poem by Shefali : 111163763
Shefali 8 year ago

હા competation માટે...આભાર સંદીપ

Ssndeep 8 year ago

આ " કાવયૉત્સવ " કૉઈ કૉમ્પિટીશન છૅ શૅફાલી ...?? હૉય તૉ શૅફાલી ની સફળતા માટૅ શુભકામના સ્વિકારશૉ ... ?

Shefali 8 year ago

આભાર પૂર્વી દી અને કેતન

Ketan 8 year ago

સરસ..

Kanha 8 year ago

વાહ સરસ

Shefali 8 year ago

આભાર ટિયા અને અમિતા

Amita Patel 8 year ago

this one is just superb

Tiya 8 year ago

Wah mast ...

Tejal Vaghasiya . 8 year ago

વાહ, દીદી ખુબ ખુબ જ સરસ,,,

Shefali 8 year ago

આભાર દી...

jagruti rathod 8 year ago

ખૂબ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now