# એ ક્યાં ચાલ્યાં ગયાં છે ???
હજુ રાત વીતી નહોતી ને,
હંમેશ માટે વિદાય આપી એ ક્યાં ચાલ્યાં ગયાં છે ?
અજાણે કોઇ દર્દ દિલને દેતાં ગયાં
કોઇ તો જણાવો મને,
કે એ ક્યાં ચલ્યા ગયાં છે ?
જીંદગીભર તડપતા રહેશે
યાદોના એવા ઢગલા કરી
એ ક્યાં ચાલ્યા ગયાં છે ?
તમે જ કહો એ ચાંદ-તારો
મારી આ જીંદગી બદલીને
એ ક્યાં ચાલ્યા ગયાં છે ?
દોસ્ત બની કેવી દોસ્તી નિભાવી
દોસ્તને અધરસ્તે રઝળતો મુકી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે ?
હતી ઝંખના બસ
એક લાગણીભર્યા અહેસાસની
દુખનો આ સાગર હાથમાં થમાવી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?