જીવન જીવવાનું અમારે હરિના ઇશારે.
દ્વંદ્વથી ના ડરવાનું અમારે હરિના ઇશારે.
મનુજ જીવન દાતા તું ને કર્મફળ પ્રદાતા,
ડગ આગે ભરવાનું અમારે હરિના ઇશારે.
પૂરે તું જ પ્રાણવાયુ પ્રત્યેક પિંડમાં પ્રભુ,
ધૈર્ય એ જ ધરવાનું અમારે હરિના ઇશારે.
તારી રહેમદિલીથી કોઈ મોક્ષ પામી જતા,
નહીં તો ફેરા ફરવાનું અમારે હરિના ઇશારે.
સમજાય છે સંકેત શ્રીહરિ તારો સંજોગે,
તું જ કહે શું કરવાનું અમારે હરિના ઇશારે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '