#KAVYOTSAV 2.0
તને પ્રેમ કરવો એટલે
તને પ્રેમ કરવો એટલે
નાની સૂની વાત નથી
દરીયા કિનારે જઈ ને દૂર ક્ષિતિજ પર નજર માંડવી તે...
તુ મારી નજીક આવે છે
ત્યારે હુ દરીયો હોઉ છુ અને તું ક્ષિતિજ
અને તને પ્રેમ કરવા નો અર્થ
સાંજ અને રાત ને નજીક લાવી દે છે....
તને પ્રેમ કરવો એટલે
અરીસા ની સામે જોઈ ને
આપણે આપણો જ ફોટો પાડવો
જેમા સિવાય કઈ જ દેખાતું નથી.
તને પ્રેમ કરવો એટલે
ચશ્મા પહેર્યા પછી પણ દ્રશ્યો ધુંધળા દેખાવા તે
તારી ધરતી પર મારુ ઘાસ ઊગે
ત્યારે મારા આકાશ મા તારુ 'હોવુ' સૂરજ નો તાપ નહી
પંખી ની ઊડાઊડ.....
તને પ્રેમ કરવો એટલે
ઘડીયાળ ના સેકન્ડ કાંટા નો સદી ઓ થી ખડકો ઘસાઈ ને
બનતી રેત સાથે સરખામણી કરવી
તને પ્રેમ કરવો એટલે બાળપણ ની રમતો
જેમાં અંચાઈ ખરી પણ નિખાલસ....
ટ્યુબ લાઈટ ને ફૂંક મારી ઓલવી ન શકાય,
તને પ્રેમ કર્યા વગર મારા થી જીવી ન શકાય...
તું એટલે મંદિર ની ધજા
જે પવન ની દિશા ને આંગળી ચીંધે છે....
રોજ સરનામું ભુલેલા શ્વાસ પૂછે છે મને,
ક્યાં ગયો એ આંધળો વિશ્વાસ
પૂછે છે મને
તને પ્રેમ કરવા નો અર્થ
તારા સિવાય પૂછું પણ કોને ?
સોળ વરસની છોકરી ને
કોઈ એને પ્રેમ કરે છે એવો વહેમ આવે ને
એવો મને આવે છે પ્રેમ....
તારી ઉપર...
વૃક્ષ નીચે શાંતિ થી પોતાની જગ્યા કરી લેતા
છાંયડા નીચે જેમ થોડીક જગ્યા નું નામ છે
તારો પ્રેમ ...
તારા પ્રેમ નું શું કહેવું ?
તું તો મારા માં અડાબીડ ઊગેલું વાતાવરણ છે
ધીમે ધીમે
તને પ્રેમ કરવા નો અર્થ સમજાય છે
તું બીજું કશું નથી
સામે ઊભેલી મારી ક્ષણ છે
તારા હોવા નો
મારા ખુલ્લા પણા નો પર્યાય છે
તું મને સમજે એજ મારો પ્રેમ ?
ના,
આપણે બેઉ એકબીજાને સમજી ને
ના સમજ બનીએ
એજ આપણો પ્રેમ ......!