જ્યારે દેખાતા થાય બંધ બધા રસ્તા જીવનમાં
માંડતો રહેજે આશા તણા ડગ મંજિલ મળશે જ.
મળે નિરાશાઓ દસે દિશાઓથી સફરમાં,
ધીરજ ધરજે દશા અને દિશા બંને સુધરશે જ.
હંસી સમાજ ઉડાવે, ઉપેક્ષા પરિવાર પાસેથી મળે,
મહેનત કરતો રહેજે, લક્ષ્ય મળ્યા પછી પ્રતિષ્ઠા મળશે જ.
ધીરજ ધરતાં ઉતરી જવાય પોતાનાંની જ નજરમાં તળિયે
ને તે છતાંય તૈયારી હો શ્રદ્ધાથી વધુ ધીરજ ધરવાની,
મળશે પ્રભુ તળિયે પછી તળિયાની ટોચ બનશે જ.
- નિશાન