**સાચો હમસફર**
"કહી શકું હુ મનની દરેક વાત બધી,
બેજીજક અને બેપરવાહ બનીને,
એ મારો સાચો હમસફર.
ક્યારેય ન કરવો પડે અચકાટ બોલવામાં,
એના પાગલ કહેવામાં પણ થાય ખુશી,
એ મારો સાચો હમસફર.
નાની નાની વસ્તુઓ ને સમજી જાય સાનમાં,
તેને ગુસ્સે કરવામાં પણ આવે અનેરી મજા,
એ મારો સાચો હમસફર.
સૌથી વધુ ઝઘડો પણ થાય એની સાથે,
રડ્યા હશુ પણ સૌથી વધુ એની સાથે,
એ મારો સાચો હમસફર.
પણ મીઠા વહાલ કરીને મનાવી લે તરત,
નાનકડા એ ચુંબનથી દુર થાય રિસામણા,
એ મારો સાચો હમસફર.
ક્યારેક થાય અળગા રહેવાનો પ્રસંગ,
ફરી મળવાનો ઉત્સાહ હોય અનેરો,
એ મારો સાચો હમસફર.
બોલીએ ક્વચિત ગુસ્સામાં કટુ વેણ,
પણ એમાં પણ છલકાય અપાર પ્રેમ,
એ મારો સાચો હમસફર.
ચાહે હોય લાખો દોસ્તો કે સંબંધીઓ,
વણવિચારી દરેક લાગણી જતાવી શકો,
એ મારો સાચો હમસફર.
દુનિયાની બધી જ હોય તફલીકો પણ,
જેના માટે બધુ બીજી હરોળમાં છે,
એ મારો સાચો હમસફર."
* * * * * *