#Kavyotsav2
કોને ખબર શેની મારામારી હતી
થોડી આંખો દુ:ખી હતી, થોડી ચહેરા પર લાચારી હતી
શબ્દો ઘોંઘાટ બનીને અટકી ગયા
કોઈ નવો રોગ હતો કે એ જ ભ્રસ્ટાચારની બીમારી હતી
રડમસ આંખો, ગભરાતો જીવ હતો એક પક્ષનો
આપણે ચૂપ રહ્યા, વાત ક્યાં તમારી કે મારી હતી
અન્યાય થયો હતો ખબર હતી બધાને
જીત મેળવનાર ને ત્યાં રૂપિયાની પથારી હતી
ન્યાયની આશ હતી ઉપસ્થિત સૌને
ન્યાયદેવીને આંખો પર કાળી પટ્ટી જ પ્યારી હતી.
~હાર્દિક રાવલ~